આવી મળેલી હાથમાં હર પળ સરી રહી,
જીવન સફરમાં ચાલતી ઘટના ઘડી રહી.
માનવ થવાની ખેવના પાછળ પડી રહી,
ભાવે ભરેલી સાધના ક્ષણને ગળી રહી.
બાગે ખીલેલા આંખને મંજૂર ગમી જતાં,
માથે ચડેલી હેતની લગની લગી રહી.
અળગા થવાના કારણો સઘળા પચાવવા,
હસ્તી બધાયે મોરચે યુધ્ધો લડી રહી.
આવી સજેલી આંગણે મોસમ હરી ભરી,
માસૂમ ફળેલા ખ્વાબની ડાળી હસી રહી.
માસૂમ મોડાસવી
No comments:
Post a Comment