Thursday, 30 March 2017

ગઝલ

સમયનો આ નથી સારો સમય,
ઍટલે આવ્યો નથી મારો સમય.

કોઈને ઍક જ સહારો સમય,
કોઈને માટે ખરતો તારો સમય.

રૂપ ને સત્તાની પાછળ ઍ ફરે,
કેવો નીર્ધન છે બીચારો સમય.

મજધાર માં રહ્યોને મજધાર થઈ ગયો,
કયારેય થઈ શકયો ના કીનારો સમય.

હું તો ચાલ્યો ચાલ જે શીખવાડી તેં,
તારે ચાલવા નો છે હવે વારો સમય.

- દિપક ઠાકર

No comments:

Post a Comment