Thursday, 30 March 2017

ગઝલ

ઉતરી જવાના રંગનો આવી ગયો સમય,
આખર નતીજા જંગનો આવી ગયો સમય.

ભરતા સદાયે હામની લાંબી છલાંગતા,
તાકત બનેલી તંગનો આવી ગયો સમય.

કુદી જનારા ખાઇ ઊંડા ખીણ કોતરો,
પગમાં લગેલા લંગનો આવી ગયો સમય.

મોઢે કરીને કેટલું બોલી જતા સતત,
યાદો થયેલી ભંગનો આવી ગયો સમય.

માસૂમ હવેતો ધ્રુજતા હાથો અને પગો,
ઢીલા થવાના અંગનો આવી ગયો સમય.

                   માસૂમ મોડાસવી .

No comments:

Post a Comment