લખે છે અહીં સૌ લખાયા કરે છે
જખમ આ જ રીતે ભરાયા કરે છે
ગઝલમાં વરસવું, પલળવું ગમે છે
જગત દાદ આપી સતાયા કરે છે
તરસ છે ઉભયને સરોવર થવાની
છતાં રણ બની છેતરાયા કરે છે
ખબર છે ચમનને કળાઓ ભ્રમરની
છતાં કેમ ફૂલો ઠગાયા કરે છે
મળે છે જગતમાં ખુશી વેચનારા
હરાજી કરી ગમ,છળાયા કરે છે
જુઓ કેટલું છે કપટ બંદગીમાં
ખુદાની ખરાઈ કરાયા કરે છે
.....વર્ષા પ્રજાપતિ ઝરમર
No comments:
Post a Comment