હું અમથી અમથી ના કરતી રહી
ને ભીતર પ્રેમ લતા પાંગરતી રહી
તું ના સમજ્યો મારા ઈશારા કદી
ના ની પાછળ હા જ ઉભરતી રહી
રાત વિરહની એમ કણસતી રહી
આંખ વિજોગણ જેમ વરસતી રહી
તારી યાદોના દરિયાને આરે અહી
તારા સપનાની નાવ જ નાંગરતી રહી
ભીડ વચારે અનુભવતી એકલતા અને
મૌન મહી ગીતો તારા સાંભળતી રહી
-"રોશન" કિરણ
No comments:
Post a Comment