નમસ્તે, આજે મારી મમ્મીની પુણ્યતિથિ છે.એણે જે કર્યું છે મારી માટે એ સદાય ઋણ છે.લાગણીના ભાવાવેશમાં લખ્યું છે.એમને અર્પણ છે.
ખુલ્લી આંખના શમણાં સાથે છે મારી ;
મારી માંના સંભારણાં સાથે છે મારી!
કાયનાત આખી મારી સામે હોય તો શું ?
એણે લીધેલા ઓવારણાં સાથે છે મારી !
ક્યારેય પા'ડ માની ના શક્યો એનો ને ;
આપી છે એણે જે પ્રેરણા સાથે છે મારી !
રોજ વિચારું છું એ આવીને ઉઠાડે મને ,
અશક્ય જો કેવી ધારણા સાથે છે મારી !
કેવું વેરાન ને ઉજ્જડ છે બધું જો તો;
મોભ વિનાના બારણાં સાથે છે મારી !
આજના દિવસે માં દૂર ચાલી ગઈ'તી ;
એની મમતાના અમી ઝરણાં સાથે છે મારી !
હિમાંશુ મેકવાન
૦૨.૦૪.૧૭
No comments:
Post a Comment