Wednesday, 5 April 2017

ગઝલ

સ્વર આ તારો જેટલો મોટો થયો છે,
સૌ સમક્ષ તું એટલો ખૂલ્લો થયો છે.

છાતી ફૂલાવી અહમમાં ચાલનારો,
વૃદ્ધ થઈને કેડથી વાંકો થયો છે.

તે મરીને પણ કહે શું ધાડ મારી?
ભીંત પર તારો ફકત ફોટો થયો છે.

વૃદ્ધ સૌ ચાલ્યા ગયા ઘરડાઘરે,
બાંકડો પણ એ પછી રેઢો થયો છે.

કાલ જેણે છેડતી સ્ત્રીની કરી'તી,
આજ એ જો આંખથી બાડો થયો છે.

કોઈનો ચ્હેરો જ નખરાળો છે નક્કી,
આ અરિસો રંગથી રાતો થયો છે.

આ તરફ તો તારા ફૂલનું ઘર તો ન્હોતું,
તું કાં મારા માર્ગનો કાંટો થયો છે?

રવિ દવે 'પ્રત્યક્ષ'

No comments:

Post a Comment