Sunday, 9 April 2017

અછાંદસ

*અછાંદશ*
*શીર્ષક -શુન્યાવકાશ*

મનમષ્તિક પર અંધારુ છવાયુ,
આંખોની દ્રષ્ટિ ઝાંખી થવા લાગી..
અંંધકારે તેનું સામ્રાજય ફેલાવ્યું ..
દૂર દૂર યાદો ના દિવા ઓઝલ થવા લાગ્યા..
હું કોણની ? ...ઓળખે સમજણ ને પડકારી..
સંસાર ની માયા નજર સમક્ષ તરવરી..
અને ....
અચાનક .. હું ખુદ થી અજાણ બની..
વ્યાપયો ચારેકોર શુન્યાવકાશ ...??
જાણે તમસના વાદળ ધેરી વળ્યા..
હું તણાય ,ફેકાઇ ... વિખુટી પડી..
અજ્ઞાત એકાંત ટાપુ પર..
વેરાન, વેરવિખેર, અસ્તવ્યસ્ત,
મારા જેવા જ અસ્તિત્વને ટકાવવા મથતા એકલવાયા દ્રિપ પર....
આસપાસ વિચારોનો દરિયો ધુધવે...
વારંવાર ડુબી ઉગરવા મથ્યા કરું,
કોઇ આશરુપી ટેકણ હાથ આવી મળે..
ઝજુમીશ અંતિમ શ્ર્વાસ સુધી..
ધીરે ધીરે સૂર્યાસ્તની લાલિમાં અવની પર છવાઈ...
પ્રગટ પ્રયાસે હાથ લાગ્યું અંતિમ કિરણ..ય
શુન્યાવકાશ પણ જાણે અસ્ત.
ઉગ્યો એક આશનો દિપ..
હારી પોતાનુ સામ્રાજય સંકેલતો સંકોચાતો..
અજ્ઞાત તિમિર માં વિલિન થયો..??
થયો સૂર્યોદય.... નવજીવનનો..નવસમજણનો...

"કાજલ"
કિરણ પિયુષ શાહ
07/04/17

No comments:

Post a Comment