.
:::::::: એકાંતમાં :::::::
આંખનાં કૂવા ઉલેચી નાખજે એકાંતમાં,
કૂદતાં મનનાં હરણને બાંધજે એકાંતમાં.
ઘૂધવેં સાગર ભલેને વેદનાનો રાતમાં,
પ્રભુ સાથે તાર થોડો સાંધજે એકાંતમાં.
અશ્વ તૃષ્ણાનાં ભલે દોડ્યાં કરે અંદર છતાં,
તોય થોડો કાબૂ તારો રાખજે એકાંતમાં.
ઝેર કેવું હોય છે અપમાનનું જાણ્યું કદી?
ખુદ કરી અપમાન તારું ચાખજે એકાંતમાં.
ચો તરફ અંધારમાં બેસી વિચારો એટલે,
થાય તો તણખો મગજમાં ઝાંખજે એકાંતમાં.
આ ગઝલ સ્પર્ધા માટે
રત્નેશ અલગોતર "નિરાશ"
બોટાદ.
૯૬૨૪૫૧૬૯૫૯
No comments:
Post a Comment