તારા જ ઘરમાં તું નહીં તારો આભાસ હશે.
હરદિલમાં તારો વાસ ને આંખમાં ભીનાશ હશે.
હર જગ્યાએ શોધશે તને જ મારી આંખો,
તું નહીં, હર કદમ ફેલાયેલ તારી સુવાસ હશે.
વિખરાયેલ ઘર જેવી થઈ જશે ઘણી જિંદગી,
હર ચીજો ને પણ તારા સ્પર્શ ની આશ હશે.
આમ તો માણસો થી ભર્યું ઘરબાર હશે.
પણ દિલ ને ખાલીપણા નો અહેસાસ હશે.
ઉમર તો આ નહોતી તારી રૂખસદ થવાની,
ચોક્કસ ખુદાને પણ જરૂરી તારો સહવાસ હશે.
તૈયાર છું હું, પૂછ જરા એના દરબારમાં,
એક્સચેન્જ ઓફર ત્યાંય કૈક ખાસ હશે.
કઇ રીતે ખુશ હશે ખુદા અમને દુઃખી કરીને,
અમ ઘરને અંધારી ભર્યો એણે અજવાસ હશે.
...રુહ...🌹
બીના ગોસ્વામી
No comments:
Post a Comment