ગીત
"""""ઉઠ યુવાન.."""""
ઉઠ યુવાન.. ઉઠ યુવાન..ઉઠ યુવાન..
ક્યાંછે આજે તારું સ્થાન.
તું રાહ કોની જોવે છે,
નમાલો થઈ કેમ રોવે છે,
તારા હાથમાં છે દેશની કમાન
ઉઠ યુવાન....
તું એકલો જો ઉભો થાશે
આખો સમાજ સંગે જોડાશે,
સમાજ દીપક તું તેલ સમાન
ઉઠ યુવાન....
વ્યસનનો વરુ ફાડી ખાશે,
જિંદગી આ ફોકટ જાશે,
સાંભળી લે પડકારોની સુકાન..
ઉઠ યુવાન....
અર્જુન તું આ કળિયુગનો જાણ,
મારવાને છે વિચારોના બાણ,
હાથમાં લઈ ગીતાનું જ્ઞાન
ઉઠ યુવાન.....
-સંદીપ ભાટીયા"કવિ"
No comments:
Post a Comment