Sunday, 9 April 2017

ગઝલ


(એક ઉસ્મિત કુમારિકાની ગઝલ)      
== કાશ આ ગરમી ==
કુંજમાંથી ગીત કોયલ ગાય છે,
મ્હોર આંબાનાય ઘાયલ થાય છે.

છે પવન દ્વારા પરાગોનું મિલન,
કળ વળે ના, કળી વળ ખાય છે.

જોશી ક્હે છે ઓણ ગરમી ખૂબ છે,
આજ ગરમાળો મૂછે મલકાય છે.

કુંજનું આહ્વાન ભીનું હોય છે,
મૌસમી વિચારમાં પળ જાય છે.

પાર પેલે વાદળી બંધાય બે,
જમ્બુડો ચુપચાપ હેતલ ન્હાય છે.

કાશ! આ ગરમી બને ઉષ્મા હવે,
શ્વાસ સુગંધી પવન છલકાય છે.
== મંથન ડીસાકર (સુરત)
.

No comments:

Post a Comment