વફા કરો તમે કે કરો બેવફાઈ
દુનિયા ને ફેર પડતો ના ભાઈ
સ્વાર્થ ભરેલી આ દુનિયામાં
કોણ જોવે છે કોઈની સચ્ચાઈ
તુટી જાવ ભલેને તમે જેના માટે
જરૂરિયાત પૂરી થયે આપે રુસ્વાઈ
કેવી કેવી જાળ નાખે જરૂર ટાણે
કામ પતે એટલે ઓળખાણ ના કાંઈ
કેવો ભ્રમમાં હતો "સતીષ" લાગણીમાં
પછી ખબર પડી કે હતી સ્વાર્થની સગાઈ
- સતીષ સખીયા
No comments:
Post a Comment