Saturday, 29 April 2017

ગઝલ

પ્રેમ પામવાની જો જંખના પારાવાર હોતે,
તો તારી આ જગત સાથે બહુ તકરાર હોતે.

શોર શબ્દોનો કર્યો તેં ઍના કરતા હે પ્રીયે,
આંખ થી સહકાર દેતે તો વધુ અસરદાર હોતે.

કોઈક હ્રદયમાં ધબકતુ સ્થાન મળતે મને,
ને પછી હું પોતે મારી કાયાની બહાર હોતે.

જિંદગી લડવાને માટે બસ બે ખાલી હાથ છે,
યુધ્ધ જો હોતે તો કંઇ કેટલી તલવાર હોતે.

જાગતાને ઉંઘતા દેખાય છે ઍ હર ઘડી,
કાશ તારી જેમ ઈશ્વર ઍ પણ નિરાકાર હોતે.

- દિપક ઠાકર

No comments:

Post a Comment