"જતા રહેસું....."
.....................
તમ પાંપણ ના પલકારે અમે ડૂબતા રહેશું,
તમે આવશો એવી આશા ને ઝંખતા રહીસુ.
પાછા આવસું એવું કહીને તમે જતા રહો છો
અમે નજરું ના એ ઔરતા બિછવતા રહીસુ.
અંધારા ના ઓળા સરીખા ઓઝલ રહો છો,
તો સુ થયું દર દર અજવાળે ગોતતા રહીસુ.
સામે આવી અમે તો આંખ બંધ કરી રહો છો
વાંધો નઇ શ્વાસે શ્વાસે ભીતર સરતા રહીસુ.
સાથે હોવા છતાં તમે તો અળગા રહો છો,
અમે એ સત્ય સામે નયન મિચતા રહીસુ.
કાયમ તમે કમનશીબ છું કહેતા રહો છો,
અમે નશીબ ની લકીરો ને અઝ્મવતા રહીસુ.
અમારી વાતું ને તમે રોજ વગોવતા રહો છો,
અમે ભાગ્ય ના એ હપ્તા પણ ચુકવતા રહીસુ.
તમે સૌંદર્ય ના અભરખા માં ઊંચા રહો છો,
અમેં સાદગી ના સથવારો નિખરતા રહીસુ.
કિનારો છો છતા દૂર દૂર ખસતા રહો છો,.
અમે ડૂબવાની આશા એ પણ તરતા રહીસુ.
અને "વીર" આગની જેમ તમે તપતા રહો છો
કોક'દી એમાંથી બળી ને અમે બહુ દૂર જતા રહીસુ.
........
:-વીરેન્દ્રસિંહ વાઘેલા"વીર".
........
No comments:
Post a Comment