Wednesday, 5 April 2017

ગઝલ

અમસ્તી નચાવી જુઓ જિંદગી ને,
હસીને વટાવી જુઓ જિંદગી ને.

તમો ને મજા આવશે જીવવાની ,
અજાણે ફસાવી જુઓ જિંદગી ને.

તમે જે ઉધારી કરી શ્વાસ માટે,
હિસાબે વટાવી જુઓ જિંદગી ને.

એ બરબાદ કરશે નજરમાં વસાવી,
બચે તો બચાવી જુઓ જિંદગી ને.

થવું હોય મશહૂર 'આભાસ' તારે,
તો છાપે ચડાવી જુઓ જિંદગી ને.

-આભાસ

No comments:

Post a Comment