Tuesday, 18 April 2017

ગઝલ

💐🙏🏼શબ્દાંજલી🙏🏼💐

ના, નથી ઊંઘતા જનક નાયક,
શબ્દમાં જાગતા જનક નાયક.

બાપની જેમ કાળજી રાખી,
આંગળી ઝાલતા જનક નાયક.

મોત જીત્યું નથી, તમે જીત્યા,
કાળજે જીવતા જનક નાયક.

હોય જાણીતા કે અજાણ્યા પણ,
કેમ છે પૂછતા જનક નાયક.

મંચ પર આવી બોલે કે દોસ્તો,
કાન સરવા થતા.... જનક નાયક.

બાળવાર્તા, નવલકથા, કવિતા,
શ્રેષ્ઠતમ એકતા જનક નાયક.

આપ પાસે પ્રશાંત શીખ્યો છે,
દર્દમાં નાચતા જનક નાયક.

.....પ્રશાંત સોમાણી

No comments:

Post a Comment