Tuesday, 18 April 2017

ગઝલ

ચપટી લે ઉછીના માંગી ને શમણાં લીધાં,
ગુલમ્હોર કને થી એ રાતાં ને નમણાં લીધાં.

રાતે તરુવર ને તારા જો લડવા બેઠાં,
વાદળ, ચંદા એ ભેગાં મળી, બમણાં લીધાં

લીલાશ લઈ વનરાઈ ની કવિતા કીધી!!
ઝરણાં, તરણાં, હરણાં, ક્યાં ક્યાં લમણાં લીધાં.

ગૂંજન તમરાં નું, આગ્યા ના તણખાં ચોર્યાં,
સાથી વિણ તારાં, ખ્યાલો માં ભ્રમણાં લીધાં.

રાતોની નિરવ શાંતિ માં ચૂભે અજંપો,
થોડાં  શમણાં તે દિન નાં જો હમણાં લીધાં.

                         ડો. જિજ્ઞાસા છાયા ઓઝા

No comments:

Post a Comment