મારી વાચા ને જ બાંધી દીધી છે મેં
મૌન સાથે મિત્રતા બાંધી લીધી છે મેં
કેટલીય વિનંતી ને કાલાવાલા કર્યા હવે
જાતને તારાથી જુદી પાડી લીધી છે મેં
ઘણું બધુ બોલી લીધુ આજ સુધી હવે
જાતને મારી શબ્દોમાં ઘુચવાડી દીધી છે મેં
કેટલીક પંપાળે સતીષ વેદનાઓ ને હવે
જાતને કોમામાં સરી પડતાં વાળી લીધી છે મેં
કરે માં શારદા કૃપા સતીષ પર હવે
જિંદગી કલમને કાગળ પર ઢાળી દીધી છે મેં
- સતીષ સખીયા
No comments:
Post a Comment