*જિંદગી*
ઘણી કોશિશ, ઘણી ચાહત
છતાં .........
મંઝિલથી વંચિત રહી જિંદગી.
હૂંફના નામે માગેલો એક સ્પર્શ,
આજે પણ....
વફાદારીના હિસાબ માંગે છે જિંદગી.
ખૂટે છે કયાંક એ ઉષ્માની મહેક,
વાત કરવા શબ્દ નથી મળતા જિંદગી.
દ્રષ્ટિથી સૃષ્ટિ સર્જી,
ના મળી તારી હાજરીની પુષ્ટિ જિંદગી.
આકાશ પાતાળ એક કરતી ફરી,
ક્ષિતિજનો પાછળ દોડતી રહી જિંદગી.
થોડી તૃપ્તિ, થોડી તૃષ્ણા,
છેલ્લે તો ...
ખાલી હાથ વિદાય લેતી જિંદગી.
કાજલ કાંજિયા 'ફિઝા'
No comments:
Post a Comment