Tuesday, 22 November 2016

ગીત

ગીત

હું કાશ્મીરની કમળ કાકડી
તું અલગારી કોઈ બાવો
થોડી પ્રેમધૂન બોલાવો.

દૂર ઊભો કાઢતો ડોળા,
પછી કરતો ખા-ખા ખોળા,
તને કેમ કરી સમજાવવો...થોડી પ્રેમ..

પાડી બૂમો હલ્લો મચાવતો
છોકરીઓને રોજ ડરાવતો
તને કયો થાળ ધરાવવો... થોડી પ્રેમ..

ફરતો જોઈ લ્યો કોઈ રાજા
કેટલાયના ગગડી જાય ગાજા
તને આજે તો હરાવવો... થોડી પ્રેમ..

પૂનમ જેવું રૂપ પ્યારું,
માથેથી હું નજર ઉતારું,
મારા નામે અલખ જગાવો..થોડી પ્રેમ..

-શીતલ ગઢવી"શગ"

No comments:

Post a Comment