એક જિંદાદિલની અનોખી શવયાત્રા
.........
ઉંચકી અર્થીનો ઝુલો, હિપ હિપ હુર્રે
બાજુએ મૂકી ઉસુલો, હિપ હિપ હુર્રે
આંસુ પર પાડી દો પડદો પાંપણનો,
હોઠ પર ખીલો ને ખુલો, હિપ હિપ હુર્રે
એક જિંદાદિલ જીવનની યાત્રા છે,
એની ખુમારી ન ભૂલો, હિપ હિપ હુર્રે
પડછાયાએ છાંયો દીધો છે તડકાને,
સૂર્યથી શણગાર્યો ચૂલો, હિપ હિપ હુર્રે
શબ્દ સેવ્યા, સ્વપ્ન સેવ્યા, શ્વાસોને,
શ્વાસ દીધાનું કબુલો, હિપ હિપ હુર્રે
- સૈયદ શકીલ
No comments:
Post a Comment