તને ખબર છે ?
તું ખૂબ જ કઠોર છે
હર વખતે
લાગણીસભર મનનાં
ટુકડે - ટુકડા કરી નાખે છે
એક વાક્ય માત્રથી !
પથ્થર સમો બની
દ્રઢ હોવાનો ગર્વ લે છે ,
ને હું
અથડાઈ ,
પટકાઈ ,
સેંકડો પછડાટ ખાઈ ,
નિર્મળ નદી શી વહેતી જાઉં છું..
તારા હ્રદયને સ્પર્શવાની કોશિશ સાથે ..
કદાચ ભીનાશ અવતરે
તુજ મહીં ...!
પણ ....તું બહુ કઠોર છે.. !
-શબનમ
No comments:
Post a Comment