*આ ગઝલ સ્પર્ધા માટે છે*
મીરાં બની કટોરો ભલે ઝેરનો પીધો.
ક્યાં ભાર પૂણ્યનો આ તેં માથે હવે લીધો.
મેલી સરીખી જાત છે માણસની આજ તો;
ગંગાથી ખુદ ને નહી બસ પૂણ્યથી તું ધો.
વરમાળા પૂણ્યની લઈ ઊભી છે દ્રોપદી;
અર્જુન બની આ પાપી નયન મત્સ્યના વિંધો.
દોષિત કોઈ નહીં મળે ખુદથીય વધું તને;
આવીને પહેલાં આ રીતે ના આંગળી ચીંધો.
ચાલી હતી શકુનિ બધી ચાલ જેણે આ;
માંગે છે મોક્ષ એ હવે *"સર્જક"* સીધે સીધો.
*સર્જક*
No comments:
Post a Comment