●●●【સ્પર્ધામાટે】●●●
મહોબ્બતમાં દિલોને બાંધવાનાં હોય છે જાનમ,
પરોવી દોર કેવલ સાંધવાનાં હોય છે જાનમ.
ખુદાની બંદગીમાં હાથ ખોલી બંધ આંખોથી,
નથી જે આપણા તે માંગવાનાં હોય છે જાનમ.
ભરી કાજળ નયનમાં ઢાંક ના દર્દો નજાકતથી,
વિરહમાં આંસુ કાયમ આંજવાનાં હોય છે જાનમ.
ચડાવી હાંડલા ચૂલે ધખાવી શ્વાસનાં બળતણ,
ઇશકમાં રોજ સ્વપ્નો રાંધવાનાં હોય છે જાનમ.
જગતના દર્દને મારી ગઝલમાં સ્થાન આપીને,
બની 'માસ્તર' શબદને સાધવાનાં હોય છે જાનમ.
કવિ-જુગલ દરજી
'માસ્તર'
No comments:
Post a Comment