Sunday, 9 April 2017

ગઝલ

અમારી પણ તમારી પણ બધાની આબરુ કાઢી,
મજા લઈ પ્રેમમાં તે તો મજાની આબરુ કાઢી.

નયનનો છે કવનનો છે અદાનો છે ખુદાનો છે,
ફકત મય પુરતો કઈને નશાની આબરુ કાઢી.

ખુદા કાજે લડું છું હું,નથી હું કોઈ આતંકી,
તમે આવું કહીને તો ખુદાની આબરુ કાઢી.

એ આવ્યા'તા એ રીતે કે બહારો લાજથી મરશે!!
કે એણે ઝુલ્ફ ફેલાવી ઘટાની આબરુ કાઢી!!

ખભો દિધો તો મુકવા માથુ કિન્તુ હદ થઈ ગઈ કે,
ખભે બંદૂક મુકીને ખભાની આબરુ કાઢી!!

આ જીવન જેવું જીવન પણ સલામી દે મરણ ટાણે,
આ ટુપો ખાઈને તે તો કઝાની આબરુ કાઢી.

*પાગલ કોઈન્તિયાલ્વિ*

No comments:

Post a Comment