તારા દિલમાં જગ્યા પામ્યો અહીં
પછી અફસોસ નથી કાંઈ પામ્યો નહીં
અનહદ કમાયો છું પ્રેમ તારો પછી
જીવનભર હું બીજું કાંઈ કામ્યો નહીં
ક્ષણ એક સાથ તારો એવો મળ્યો
પછી સાથ કોઈનો કાંઈ જામ્યો નહીં
ચુમ્યા અધરોને તારા જરા શા પછી
શરાબનો સ્વાદ પણ કાંઈ ગમ્યો નહીં
તારી યાદ પણ છે એવી અનમોલ કે
એ સિવાય "સતીષ" ક્યાંય ભમ્યો નહીં
- સતીષ સખીયા
No comments:
Post a Comment