તું ભીની ભીની રાતો લઇને આવ ,
તું થોડો વરસાદી નાતો લઇને આવ .
ભીંજાય પ્રેમમાં લથબથ રોજ એવી ,
બીડાય લજામણીના છોડ જેવી ,
સપ્તરંગી સ્નેહાળ વાતો લઇને આવ.
તું ભીની ભીની રાતો લઇને આવ
કરી દે બાગ બાગ મુજ દિલને ,
સજાવી દે અહીં રંગભરી મહેફીલને ,
પવન એવો મસ્ત મદમાતો લઇને આવ .
તું ભીની ભીની રાતો લઇને આવ ,
કરાવે મોજ , ને કરાવે ભરપુર મસ્તી ,
નિહાળી જેને આવે હૈયામાં ભરતી ,
પ્યારી પ્યારભરી , સોગાતો લઇને આવ .
તું ભીની ભીની રાતો લઇને આવ .
રંગની ઉછળે છોળો ચોમેર ચમકતી ,
લાગે જાણે 'જશ' દામિની દમકતી ,
હસીન પ્યારી મુલાકાતો લઇને આવ .
તું ભીની ભીની રાતો લઇને આવ ,
તું ભીની ભીની રાતો લઇને આવ ,
તું થોડો વરસાદી નાતો લઇને આવ .
જશુ પટેલ
૨૯-૦૪-૨૦૧૭
યુ.એસ.એ.
No comments:
Post a Comment