Saturday, 29 April 2017

અછાંદસ

*યાદ છે તમને?*

યાદ છે તમને?
આપણી પહેલી મુલાકાત
શુ જોયુ તુ તમે?
શુ જોયું તુ મેં?
આ ચહેરો .....
કે પછી કાંઈક વધારે.??
મને યાદ છે આપણે સાથે વિતાવેલ એ સમય....
તમને સાંભળ્યા....
મને લાગ્યુ કે જીવી શકીશ તમારી સાથે...
સુખીના થાઇઅે તો કંઈ નહીં
એક બીજાના દુઃખો સરખા,
દુઃખોતો વહેચીં શકીશુ.
અને આજ વરસો વિતી ગયા એ વાત ને,
આજ પણ તમારો પહેલો સ્પર્શ , પહેલી નજર,
મને રોમાંચીત કરે છે.
ઘણી પળો જીવનમાં ગુમાવી છે.
ચાલ સાથે પાછા જીવી લઈ એ,
કદાચ સમયને પાછો લઈ આવી શકીએ?

જે પળો નથી માણી શકયા...
તેને માણી લઈ એ.
શુ છે આ જીવન?
તારા મારો સાથ.?
થોડાક રીસામણા, થોડાક મનામણા,
થોડી ફરિયાદો..?
આજ રહી ગયુ જીવન?
શુ ખુટયું આપણા વચ્ચે?
વિશ્ર્વાસ..?પ્રેમ..? કે અહંમ?
માલીકી નો ભાવ?
હું આજ પણ એજ છુ જે ત્યારે હતી....
તારી પ્રથમમિત્ર, પ્રેમિકા, તારી જ સંગીની...તારી વ્હાલી સખી..
તમે કયા છો??

એ સખા..
સાથ આપશોને મને?
એક મેકની ભુલોને ભુલી...
નવી શરુઆત કરી લઇએ .

'કાજલ'
કિરણ પિયુષ શાહ
April '16

Bhul suthari ne😊🙏🏼

No comments:

Post a Comment