કરચલી પડે ને
કરચલી પડે ને પ્રગટપ્રેમ થોડો ધટી જાય છે
પછી પ્રેમમાં ખેવનાનો નશો પણ ભળી જાય છે
અહીં એક માણસ કમરથી જરા જો નમી જાય છે
ખબર ના પડે કોઈ આવી ને ખભ્ભો ધરી જાય છે
નર્યાં પ્રેમપત્રોનાં પરબીડિયાં થઈ રહી જાય છે
સમય જાય છે એમ આંખો ય, આંખો મટી જાય છે
ખુશીમાં સુંગધોથી લથબથ રૂમાલો થતાં એ બધા
કદી તાવ આવે તો મીંઠાનાં પોતાં બની જાય છે
મને આંખ - માથું દુખે ને ભૂલી જાય તારીખ એ
કહો પ્રેમ કેવા સમયના સીમાડા વટી જાય છે
●●● સ્નેહી પરમાર
(" યદા તદા ગઝલ " માંથી સપ્રેમ... )
No comments:
Post a Comment