Tuesday, 25 April 2017

ગઝલ

સપનાઓનો સુરજ સાંજ પડ્યે આથમી જાય છે
સવાલ જીંદગી નો અહીંયા કયાં કોઈને પુછાય છે

મારુ અને તારૂ કરતો રહ્યો આજનો સ્વાર્થી માનવી
સમય આવ્યે ઈશ્વરને રિશ્વત દેતો જાય છે

સજાવી લીધા નિર્જીવ જેવા સંબંધોને એક છબીમા
મોજે દરીયા કહેતો માનવી અંદરથી દુભાય છે

રામ ભલે કરે વર્ષોના વનવાસ અહીંયા
સોનાની નગરીનો રાવણ થાપ ખાતો દેખાય છે

પૈસા પાછળના પાગલપનને ભેટી રહ્યા સૌ
માનવી જ માનવી ને છેતરતો થઈ જાય છે

અેકબીજા ની લાગણીને ખો આપી રહ્યા સૌ 'અંદાજ'
સવાલ જીંદગી નો અહીંયા કયાં કોઈને પુછાય છે
                            - ભિમાણી ધવલ 'અંદાજ'

No comments:

Post a Comment