પામવાને તને કેટલું હું કરતો રહ્યો
જોઈને તને આંખ હું ભરતો રહ્યો
કેવા આદર્યા મેં અઘોર તપ જો
દિનરાત અઘોરી જેમ હું ફરતો રહ્યો
ક્ષણ એક સાથે જીવવાને જો તો
આમ જિંદગી ભર હું મરતો રહ્યો
મળી જાય જીવને સદાકાળ શાંતિ
જોવજો તને, એ આશમાં હું જરતો રહ્યો
નસીબમા જ સતીષ નહીં હોય મિલન
એટલે જ તો આખો ભવ હું બરતો રહ્યો
- સતીષ સખીયા
No comments:
Post a Comment