ચાલ આપણે થોડી આંખની કિતાબ વાંચી લઈએ
એક બીજા ના દિલ વચ્ચે નું અંતર માપી લઈએ
સાવ કોરી છે મારી પ્રીત તણી ચાદર જિંદગી ની
તારા નામ ની ચાલ આજે થોડી છાપ છાપી લઈએ
દુનિયા ની ડગર માં થોર નફરત ના પણ ઊગે છે
હાથ માં હાથ ઝાલી થોર ચાલ આજે કાપી લઈએ
હવન માં હાડકાં નાખવાની ટેવતો વરસો જૂની છે
રસમ બે ચાર ઝડપથી ચાલ આજે પતાવી લઈએ
પ્રેમ તણી મંઝીલ ને તો કોઈ વિરલા જ પામે છે
તસ્વીર આજ આપણી ઇતિહાસ માં છપાવી લઈએ
જો એક થવાનું કરી લીધું હોય નક્કી આજ “મૌન”
તો પછી ચાલ આપણે ઘરના ને મનાવી લઈએ
વિનોદ બી. ગુસાઈ”મૌન”
No comments:
Post a Comment