મૌન ક્યાં મલકાટ જૂનો સાચવે છે જો હવે,
હોઠનો તલસાટ ભીનો લાજવે છે જો હવે.
એક ખામોશી વધી છે આપણી વચ્ચે ઘણી,
એક તારો શબ્દ 'હું' થૈ ગાજવે છે જો હવે.
કર્મ ફળ તારા શરમમાં ફેરવાશે દેખજે,
ન્યાય મારો પાંપણોના ત્રાજવે છે જો હવે.
તું કટોરો ઝેર રસનો આપતીતી પ્રેમથી,
ગટગટાવું મૃત્યુ મનના માળવે છે જો હવે.
સાથ છૂટ્યો ને કફનને ઓઢવાનું આજ તો,
લે 'કજલ' તુજને કબર થોડો સમય શું ફાળવે છે જો હવે.
કશ્યપ લંગાળિયા "કજલ"
No comments:
Post a Comment