Sunday, 9 April 2017

ગઝલ

નથી ત્યાં લાગણીને તે છતાં એવો ફસાયો છું,
દિલે લીધેલ ખોટા દર્દનો તો ખુદ હું પાયો છું.

જરા માટી હટાવી જો અહીં અંદર મજામાં છું.
મને શોધો ન બારે હું કબર નીચે દટાયો છું.

બધા એ પોતપોતાનો નફો જોઈ વ્યથા આપી ,
કોઈ કવિતામાં શબ્દોના હિસાબે હું લખાયો છું.

ગઝલ મારી સુણી ઊભા થઈ ગયા શાયરો કેવા?,
મહેફિલનાં જુના જોગી તમારાથી સવાયો છું.

નથી વિશ્ર્વાસ આ ઈશ્કે ડગર પર આવતો મુજને,
જગતનાં મારથી 'આભાસ' હૂં કાયમ ઘવાયો છું.

-આભાસ

No comments:

Post a Comment