રસ્તો સીધો પસંદ પડ્યો છે
કાંટાઓ સાથે થોડી દોસ્તી હવે કરાવી રહી.
નિષ્ઠા નો તંતુ હૈયે જોડાયો છે
ટીકાઓને કાયમ હવે પચાવી રહી.
ખરો છું હું ખબર છે મને
ખરી ખોટી હવે સાંભળવી રહી.
દર્દ કોઈનું દુખે છે હૈયે
કસૌટી કપરી હવે આપવી રહી.
સારપ જીવને આવી વસી
છું ના શિવ છતાં ક્ષણો ઝેરી જીરવવી રહી.
ના સાધુ ..ના સંત ...માણસ થયો છું ખાલી
ને માટે "નીલ" કપરી કેટલીય બાજી કાયમ હવે રમવી રહી.
રચના: નિલેશ બગથરીયા
"નીલ"
Sunday, 9 April 2017
અછાંદસ
Labels:
નિલેશ બગથરિયા
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment