Sunday, 9 April 2017

ગઝલ

ગઝલ

અસહ્ય જ્યાં જીવનનો અત્યાચાર થઈ ગયો
જખમ જ જખમનો પોતે ઉપચાર થઈ ગયો

સરનામુ હતુ ક્યાં દીલનુ દુશ્મનોની પાસે
લાગે છે મિત્રોથી અજાણ્યો વાર થઈ ગયો

ખુશીભર્યા મિલનનો એ અંજામ જાણતો હશે
હા એટલે જ ઈશ્વર નિરાકાર થઈ ગયો

કાયમ થયા છે રાહમા પગના નિશાન મારા
કાંટાનો મુજ પર એટલો ઉપકાર થઈ ગયો

"ગોપાલ" તારા હસવાનુ આ પરીણામ લાગે છે
કે તારા શબ્દ તારા આંસુ નો અવતાર થઈ ગયો

કોટક ધાર્મિક " ગોપાલ "

No comments:

Post a Comment