મહદ્અંશે પાકા છે થોડાકજ ઍમાં કાચા છે વિશ્વાસ કરો ને,
મે તમને જે સપના આપ્યા સાચા છે વિશ્વાસ કરો ને.
પહેરી લો જુતા મારા નામ ના કહુ છું સાંભળો છો?
જે રસ્તે તમે જઈ રહ્યા છો ત્યાં કાંટા છે વિશ્વાસ કરો ને.
અરે કયારના કેમ આવી જીદ કરો છો રહેવા દ્યો ને,
તમારે જે ખાવા છે ઍ અંગુરો તો ખાટા છે વિશ્વાસ કરો ને.
ઍમાં શું નવાઈ ઍ તો ભીંજાઈ જ જવાય,
વરસાદ નથી આ તો લાગણીઑ ના છાંટા છે વિશ્વાસ કરો ને.
- દિપક ઠાકર
No comments:
Post a Comment