પત્ની પિયર ગઇ.
એણે લીધી વાટ પિયરની મીઠી મુંઝવણ મૂકતી ગઇ.
ઢગલા બંધ સૂચનાઓ આપી એ આઝાદી મૂકતી ગઇ.
ફ્રિજમાં ઘરમાં ક્યાં શું મુક્યું છે , રસોડૂ માથે મારતી ગઇ.
ઠીક લાગે તેં બનાવવાની આઝાદી એ મૂકતી ગઇ.
બાળકોની ધમાલ લઇ ગઇ ,
કૂકરની સીટીને લઇ ગઇ,
ટાઈમ ટેબલ પર ધૂળ ચડી ગઇ, સમયની આઝાદી મુકી ગઇ.
મહેમાનોની આવન જાવન લઇ ગઇ, સ્વાગતની ઝંઝટ લઇ ગઇ.
સુની થઈ ગઇ વરગણીને કપડાંની આઝાદી મુકી ગઇ.
નાની મોટી માંગણીઓ ને નાનો મોટો ઝગડો લઇ ગઇ,
ઘરમાં જરાક પગ મૂકતા જ આવતો પાપા પાપા અવાજ લઇ ગઇ.
હાથ ફેલાવતા મળતો મૃદુ સ્પર્શ લઇ ગઇ,
પડખું સૂનું સૂનું કરી ગઇ
ફેલાવી બે હાથ બે પગને સુવાની આઝાદી દઇ ગઇ.
પોતે તો આઝાદ થઈ ગઇ,
વીશી ના નોકરની ગુલામી દઇ ગઇ,
આજ હવે નિરાંત છે ,
કાવ્ય લખવાની આઝાદી મુકી ગઇ.
દિલીપ ઠકકર
આદિપુર.
No comments:
Post a Comment