Tuesday, 25 April 2017

ગઝલ

ગઝલ : ભરત ભટ્ટ 'તરલ'
----- ***** ----- *******

સૂરજ શ્વાસનો અસ્ત થાશે ગુફામાં
ને અજવાળું અંતે  છવાશે  ગુફામાં

હથેળી  હવે  રિક્ત  કંકોતરી  છે
તમારા  એ  નામે  લખાશે ગુફામાં

ગુફા  ધણધણી ઉઠશે એજ સમયે-
હયાતીનો  પથ્થર  મુકાશે  ગુફામાં

પછી ઝંખના ફીણ થઈને નીકળશે
પછી  ધીમે  ધીમે  જવાશે ગુફામાં

ગુફા ઉતખનન પામશે ત્યારે; કેવળ
ગુફાનીજ ગઝલો  ગવાશે  ગુફામાં

ભરત ભટ્ટ 'તરલ'
('દસમો દાયકો', જુલાઈ-સપ્ટે, 1994 માંથી સાભાર)

No comments:

Post a Comment