Tuesday, 25 April 2017

ગઝલ

લાગણીને છેતરું એવો નથી,
પ્રેમમાં પાછો પડુ એવો નથી.
તારી આંખોમાં મને જોયા કરું,
આંખનો કાંટો બનું એવો નથી.
શ્ર્વાસમાં મીઠી સુઞંધો ભેળવું,
હું ફૂલોને છીનવું એવો નથી.
લાખ સૌંદર્ય ઉઞે ચોપાસ પણ,
તુજ નજરને વિસરું એવો નથી .
હું સદા સારો જ છું એવું નથી,
પણ નઠારો  નીવડું એવો નથી.
જીંદગીની આખરી પળ પણ જીવું
એમ હારી જાઉં હું એવો નથી.
હરીશ વ્યાસ.

No comments:

Post a Comment