Tuesday, 25 April 2017

ગઝલ

💐ક્યાં પડી છે મને?💐

કોણ શું માનશે ક્યાં પડી છે મને?
તું મને ચાહશે ક્યાં પડી છે મને?

નામ મેં તો હવે 'કવિ' જ છે રાખયું,
સાદ શું પાડશે ક્યાં પડી છે મને?

ખોદતા પર્વતો નીકળે ઉંદરો,
જીવડો બાળશે ક્યાં પડી છે મને?

પ્રેમમાં વાયદા ખોટકાતા હતા,
સાથ એ ટાળશે ક્યાં પડી છે મને?

મારશે ના મને  એ સરેઆમ જો,
આંખથી મારશે ક્યાં પડી છે મને?

-સંદીપ ભાટીયા"કવિ"

No comments:

Post a Comment