Tuesday, 25 April 2017

ગઝલ

એય જીંદગી જરાક તો હસી લેવા દે
મને જગ સામે કમર તો કસી લેવા દે

ખુબ મુશ્કેલી ઓ ભોગવી છે અમે
હવે જરાક તો બે ઘડી જીવી લેવા દે

લાગ્યા છે બહાર થી  મારા જ મને
હવે એની ભીતર માં ડોકિયું કરવા દે

છળકપટ બંને જોયા છે અહીંયા
બસ એકવાર એને  ખુલ્લા કરવા દે

હોય જેના હ્રદય લાગણીથી ભરપૂર
એના સંગાથમા થોડુંક તો જીવવા દે

હોય સાચા દિલના જે માનવી જગમાં
કહે સતીષ એના દિલ પર વેદના ના દે
                        
                             - સતીષ સખીયા

No comments:

Post a Comment