*જિંદગી ઘડી-બેઘડીની*
જિંદગી ઘડી- બેઘડીની,
સુખ દુખનો પરપોટો આ,
ક્યારેક ફૂલે ને ક્યારેક ફૂટે,
જિંદગી ઘડી-બેઘડીની.
ધકધક સાંભળી ચાલે શ્વાસ,
મધમધતું આ જીવન,
ક્યારે લઈ લે નિરાંતનો છેલ્લો શ્વાસ,
જિંદગી ઘડી- બેઘડીની.
કાચું ના કરો કોઈ કામ,
ફરજથી ના કરો આડા કાન,
જીવનનાં જમા-ઉધારનાં સરવૈયા કાઢી હિસાબ રાખો સાફ,
જિંદગી ઘડી -બેઘડીની.
જીવનને સમજો અમૂલ્ય વરદાન,
માણી લે ...........હે માનવ,
ના કર એક ઘડી બરબાદ,
કાલે શું થવાનું ના જાણે જાનકી નાથ,
જિંદગી ઘડી-બેઘડીની.
કાજલ કાંજિયા "ફિઝા"
17/7/2017
No comments:
Post a Comment