Wednesday, 5 April 2017

ગઝલ

અમે ઇડરીયા પત્થર રે કોઇ હાથ અડાડો.
અમે ઝુરતા અંદર અંદર રે કોઇ હાથ અડાડો.

અમે તડકો પ્હેરી તપતા રે કોઇ હાથ અડાડો.
અમે આવો આવો જપતા રે કોઇ હાથ અડાડો.

અમે રાજમહેલનાં રોડાં રે કોઇ હાથ અડાડો.
અમે ખરતાં થોડાં થોડાં રે કોઇ હાથ અડાડો.

અમે રણમલ માફક મરીએ રે કોઇ હાથ અડાડો.
અમે જાત અમારી ધરીએ રે કોઇ હાથ અડાડો.

અમે રૂઠી રાણી જેવા રે કોઇ હાથ અડાડો.
અમે ઝરણેશ્વરનાં પાણી રે કોઇ હાથ અડાડો.

અમે તળાવ જળનાં તળીયા રે કોઇ હાથ અડાડો.
અમે કુંડે - વાવે મળીયા રે કોઇ હાથ અડાડો.

અમે રાહ જોઇને ઉભા રે કોઇ હાથ અડાડો.
અમે જાત ખોઇને ઉભા રે કોઇ હાથ અડાડો.

                                                      - તુરી રાહુલ "ઝીલ"

No comments:

Post a Comment