Wednesday, 5 April 2017

ગઝલ

જે પૂરો ના થયો કદી વનવાસ જેવો પ્રેમ છે
આવડ્યો ના જે કદી અભ્યાસ જેવો પ્રેમ છે

વ્હાલની કાયમ નદી છલકાવી  સાગરમાં છતાં,
આંસુઓની બુંદમાં ખારાશ જેવો પ્રેમ છે.

જાય વિતી જ્યાં સદીયા જે સમજતા આ યુગે
 કોઈ મોટો ગ્રંથ ઉપન્યાંસ જેવો પ્રેમ છે

વાસના કેવી પ્રબળ જન્મે હદયના એ ખુણે,
પામીને ઝરણાં બુઝે ના પ્યાસ જેવો પ્રેમ છે.

લાગણી ઓઢી ફરે *સર્જક* હદય પર રોજ જે
કોઈ ગમતો રેશમી લિબાશ જેવો પ્રેમ છે.
-ગૌતમ પરમાર "સર્જક"

No comments:

Post a Comment