Wednesday, 5 April 2017

ગઝલ

"તમારે લીધે છે........."

હદયમાં ઉચાપત તમારે લીધે છે
ગઝલની નજાકત તમારે લીધે છે

ન મારી મચેડી,મુકી છે, ગઝલ ને
સભામાં જમાવટ તમારે લીધે છે

તમે છો નયનમાં,વિરહમાં,દુઆમાં
અમારી ખુશામત તમારે લીધે છે

તમે તો કહો છો અમે તો ભુલકણા
હવે આ જ આદત તમારે લીધે છે

મને પુષ્પ સાથે ગમે છે મહેંકવુ,
ચમનની વસાહત તમારે લીધે છે

ધરા છે,ગગન છે,પવન,તેજ,પાણી,
બધી બાદશાહત તમારે લીધે છે

કહે કોઇ પાગલ,ગઝલકાર,પ્રેમી
બધો યે તફાવત તમારે લીધે છે.

વર્ષા પ્રજાપતિ ઝરમર

No comments:

Post a Comment