Monday, 8 May 2017

ગઝલ

*ગઝલ*

મોલ  તો બસ બોલવાના હોય છે,
મોતિ  સાચા  ખોળવાના હોય છે.

દર્દ  આપ્યા  હોય  ખોબો રાહમાં,
ઘાવ  એ પણ સાંધવાના હોય છે.

વ્હેમ ના કર માનવી,માતમ  થશે!,
સાપ  આવા  નાથવાના  હોય છે.

ડુંગરા  સૌ    દૂરથી   રળિયામણા,
સાવ જળ એ જાંજવાના હોય છે

જિંદગીમાં   ના  મળે  તેને  'ફિઝા'
હા,દુવામાં રબ માનવાના હોય છે.

*કાજલ કાંજિયા 'ફિઝા'*

No comments:

Post a Comment