~*~**🌷ખજાનો હતો **~*~*🌷
પાંચ પૈસા તણો એ જમાનો હતો
આવશે યાદ એવો સુહાનો હતો
વ્હાલ વરસાવતો હાથ 'મા' નો હતો
એજ કુબેર કેરો ખજાનો હતો
રોટલી ગોળ ગરમા ગરમ આપતી
ક્યા મળે સ્પર્શ એતો પુરાનોહતો
રોજ બચપણ તણી યાદ વાગોળતી
મોજ મસ્તીભર્યો એ તરાનો હતો
એજ જાહોજલાલી ફરી આવશે ?
આજે હરઘડી નો ફસાનો હતો
ભારતી ગડા
No comments:
Post a Comment