Tuesday, 2 May 2017

ગઝલ

છોડી  ગયા

અમારો  તો  સાથ  પણ  છોડી ગયા,
રસ્તાઓ   વાંકા   થયા, દોડી  ગયા.

તમાશો     આવી    ગયો ,મેદાનમાં,
ફૂલોને   કાંટા    ગણી,   તોડી  ગયા.

નજારો     જોઈ   લઈ ,    સંસારનો,
પથારો   સામે    જઈ , બોડી  ગયા.

અહીં  તો   મારીચના છે  છળકપટ ,
અમોને     આખેટમાં    જોડી  ગયા.

રહે    છે   બીજે    હવે  આ  મોસમી,
શબ્દને     સંગાથથી    ફોડી   ગયા.
                      ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '

No comments:

Post a Comment